શ્રધ્ધાંજલિ
Keywords: Marcel Marso|Dullin|'Bip'|Charlie Chaplin|Mukh Bhavo|Angik Mudrao|Marso|
શ્રધ્ધાંજલિ
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ લેખમાં ફ્રાંસના અભિનેતા માર્સલ માર્સોનું અવસાન થતાં શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. તેમને પિતા પાસેથી થિયેટરનો પરિચય મેળવ્યો હતો. દુલ્લીન શાળામાંથી નાટયકલાની તાલીમ લીધી હતી. તેણે ‘બીપ’ નામના મૂક પાત્રની રચના કરી હતી. તેણે તેના ગુરુ ચાર્લિચેપ્લીનની જેમ જ માનવ દુ:ખ અને આનંદને વ્યકત કર્યો છે. તે અન્યાય સામે લડતો અને સૌંદર્યની પૂજા કરતો. અડધા સૈકાની અભિનયની મહાન કારકિર્દી એણે માત્ર મુખભાવો, આંગિક મુદ્રાઓ અને ગતિથી ઉજાળી છે. ’70 કે 80 વર્ષની ઉંમરે તમે જો અટકો તો પછી આગળ ન વધાય, કામ કર્યા જ કરવું પડે.’ જેવી સોનેરી શિખામણ પણ આપી છે.આમ, આ લેખમાં તેમના નાટયક્ષેત્રે કરેલાં પ્રદાનની વાત કરવામાં આવી છે. વિશેષ નોંઘ માર્સોની જુદી જુદી મુખમુદ્રાઓ વાળા ફોટોગ્રાફ આપવામાં આવી છે.