‘શ્વાન –પુરુષ’
Keywords: Shwan-purush|Natwar Patel|Natak-Budreti
‘શ્વાન –પુરુષ’
Articleનટવર પટેલ • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ લેખમાં શ્રી નટવર પટેલ કૃત ‘શ્વાન –પુરુષ’ નાટક રજૂ કરવામાં આવેલ છે. જેનાં પાત્રો દીના, સોહન, ડોકટર, રાકેશ, દર્દી, મિ. પારેખ, મકાન માલિક વગેરે છે. નાટક કુલ 6 દ્રશ્યોમાં વિભાજિત છે. તેનું કથાનક નીચે પ્રમાણે છે. નાટકનાં પ્રારંભમાં દીના ડોકટર પાસે જઈ પોતાનો પતિ કૂતરા જેવી હરકતો કરે છે. તેની વ્યથા રજૂ કરે છે. ડોકટર કેસ પોતાની સમજ બહારનો છે. એમ કહી ડો.મજમુદારની ચિઠ્ઠી કરી આપે છે. તે ડોકટર પણ છૂટી પડે છે. મકાન માલિક તેમની પાસે ભાડુ લેવા આવે છે અને માલિક ખાલી કરવા કહે છે. ત્યારે દીના તેમને કરગરે છે. પણ મકાનમાલિક માનતા નથી. તેથી સોહન તેમને બટકું ભરી લે છે. ને મકાનમાલિક પણ શ્વાનની જેમ ભસવા લાગે છે. આથી દીના સોહનને થપ્પડ મારી દે છે અને રડતાં રડતાં તે કહે છે કે, ‘ તમે એમને પણ તમારી જાતમાં વટલાવી દીધા.’ ઘરમાં પૈસા ન હોવાથી દીના સોહનની ઓફિસે ફોન કરે છે અને મેનેજર મિ. પારેખને સોહનનો જમા પગાર આપવા માટે આજીજી કરે છે. એટલે મેનેજર મિ.પારેખ દીનાના ઘરે પાંચ હજારનો ચેક આપવા માટે આજીજી કરે છે અને ચેક આપતી વખતે તેની દીના ઉપર બગડતાં એ તેનો હાથ પકડે છે. આથી ગુસ્સે થયેલી દીના ચેક ફાડી નાંખે છે. આમ, છતાં મિ. પારેખ દીના સાથે જબરજસ્તી કરવા પ્રયત્ન કરે છે. ત્યાં સોહન આવી જાય છે. અને તે તેને પણ બટકું ભરી લે છે. અને એ રીતે તે તેને પણ પોતાની જાતમાં વટલાવી નાંખે છે. આ બધી ઘટનાઓ દરમિયાન સોહનનો મિત્ર રાકેશ અવાર નવાર દીનાની મદદ કરતો હોય છે. એક વખત દીના રાકેશને મદદ કરવા માટે ફોન કરે છે તેથી સોહનનો મિત્ર રાકેશ બેંકમાં જઈને પૈસા ઉપાડવા માટેના ચેકમાં રકમ ભરે છે. અને એમાં સોહનની સહી કરવા સોહનને આપે છે. ત્યારે સોહન પોતાને નામે સહી કરવાને બદલે ‘શ્વાન- પુરુષ’ એ નામે સહી કરે છે અને એ સાથે નાટક સંપન્ન થાય છે.