સુંદરલાલ સલાહપ્રિય
Keywords: Sundarlal Salahpriya, Rajendra Joshi, Natak Budreti, Budreti Natyalekhan Yojana
સુંદરલાલ સલાહપ્રિય
Articleરાજેન્દ્ર જોશી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ નાટકને 'બુડ્રેટી નાટ્યલેખન યોજના દ્વારા - 2003' મા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ નાટક સાત દ્રશ્યોમાં વહેંચાયેલું છે અને પ્રહસન પ્રકારનું છે. આ નાટકનો નાયક સુંદર સલાહપ્રિય છે. સુંદર અને સુંદરના મિત્રો ભણવા બાબતે, નોકરી કરવા બાબતે, લગ્ન કરવા બાબતે આમ વિવિધ કાર્ય કરવા માટે જુદા જુદા લોકોની સલાહ લે છે. પણ સલાહ સારી ન મળતી હોવાને કારણે તે પિતાજીની સલાહ માનીને સ્કૂટરના હોર્ન બનાવવાની ફેક્ટરી નાખવા માટે તે લોન લેવા માટે બ્લડબેંકમાં જતો રહે છે. પછી ફેક્ટરી ઉદઘાટન માટે તેના પિતાએ તેને કહ્યું કે સારા પંડિત પાસે મુહૂર્ત જોવડાવી લાવજે. ત્યારે તે ડૉ. ડી. વી. પંડિત નામનું બોર્ડ વાંચીને દવાખાનામાં જતો રહે છે અને મુહૂર્ત કાઢી આપવા કહે છે. આમ તે જુદા જુદા વ્યક્તિઓની સલાહથી અટવાઈ જવાને કારણે તે સલાહ લેવાનું બંધ કરી દે છે અને સલાહ આપવાનું નક્કી કરે છે. પછી તે તેના મિત્રોને કહે છે કે હવે હું ઓફિસ ખોલીશ અને તે પણ બીજાની સલાહ લઈને. ત્યારે તેનાં મિત્રો ડઘાઈ જાય છે.