Books
Amdavadno Itihas -1850 sudhino - Details
Amdavadno Itihas -1850 sudhino
BookMaganlal Vakhatchand Sheth • 1998
Description
ઈસવી સનની ઓગણિસમી સદી, પાછલો પૂર્વાર્ધ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પ્રચંડ સૂર્ય મધ્યાકાશે તપી ચૂક્યો હતો ને હવે એ અસ્તાચલે પહોંચવાની તૈયારી કરી રહ્યો હતો. અંગ્રેજ રાજપુરુષો ને યુદ્ધવીરોએ ભારતમાં ભારે સામ્રાજ્ય ઊભું કર્યું હતું, પરંતુ એ સંભાળવાનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ગજું નહોતું. ભારતનો વિશાળ પ્રદેશ, એનો અટપટો વહીવટ, ઇંગ્લૅડ નાનકડો પ્રદેશ, એ પૂરતા માણસો પણ ક્યાંથી લાવે ? ભારતીય પ્રજાજનોનો સહકાર પ્રાપ્ત કર્યા વિના એમને છૂટકો જ નહોતો, પરંતુ વહીવટનો પ્રકાર નવો, ભાષા નવી, એટલે યોગ્ય તાલીમ વિના ભારતીયો પણ શું કામ આપી શકે ? પણ એ તાલીમ આપવી કેવી રીતે ? ત્યારે કંપની સરકારની કારોબારી સમિતિના લૉ-મેમ્બર શ્રી મેકોલેએ ઊંડો અભ્યાસ આદર્યો. અંગ્રેજોને વહીવટની લગામ પોતાના હાથમાં રાખવી હતી, પરંતુ એમનું કામ પૂરું કરવા કારકુનો જોઈતા હતા. દેશી કારકૂનોની જ ફોજ ઊભી કરવા મેકો…
Keywords
Related Books