Books
Prachin Sthapatyana Paripreksyama -Vijaynagar , DISt. Sabarkantha (POLO)guj - Details
Prachin Sthapatyana Paripreksyama -Vijaynagar , DISt. Sabarkantha (POLO)guj
BookNiyamak Kacheri
Description
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની હરણાવ નદીને કાંઠે તથા જંગલમાં કેટલાક પ્રચાન સ્મારકો આવેલા છે. આ સ્મારકોનો પુરાતત્વ ખાતાએ અભ્યાસ કરતા તેની પ્રાચીનતા પાંચસોથી એક હજાર વર્ષ જેટલી જણાઇ છે. આ સ્થાપત્યકીય સ્મારકો હિંદુ તથા જૈન ધર્મના છે. સ્મારકોને કાનુની રક્ષણ આપવા માટે ગુજરાત સરકારના ૨૫ મા અધિનિયમ એટલે કે "ધી ગુજરાત એન્સીયન્ટ મોન્યુમેન્ટસ એન્ડ આરકયોલોજીકલ સાઇટસ એન્ડ રીમેઈન્ડ એકટ-૧૯૬૫", હેઠળ રક્ષિત સ્મારકો તરીકે જાહેર કરેલ છે. આ પ્રકારના રક્ષિત સ્મારકોની સંખ્યા આ વિસ્તારમાં ૧૪ ની છે. રક્ષિત સ્મારકો જાહેર કર્યા પછી તેની ભૌતિક જાળવણી કરવાની જવાબદારી પુરાતત્વ ખાતાએ ઉપાડી લીધીછે. આ સ્મારકો સુંદર નૈસર્ગિક પાર્શ્વભૂમાં આવેલા છે. સ્મારકો વિશે લોકભોગ્ય સાહિત્યનો અભાવ હોઈ પુરાતત્વ ખાતાએ તેનો યોગ્ય પરિચય મળી રહે તે માટે આ પુસ્તિકાનું પ્રકાશન કરેલ છે. ખાતાનો આ પ્રયાસ પ્રસંશનીય છે. રાજ્યના અન્ય રક્ષિત સ્મારકો વિશે પણ આવી પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવે તે ઇચ્છનીય છે
Keywords
Related Books
Indian Travel Diary Of a Philosopher
Count Hermann Keyserling Translated From German :- J. Holroyd-Reece
View Details