Books
Sukanya - Savitri - Details
Sukanya - Savitri
Book-
Description
ઋષિના આશ્રમમાં વૈવસ્વત મનુના પુત્ર રાજા શર્યાતિની પુત્રી સુકન્યા તેની સખીઓ સાથે પ્રવેશ કરે છે, ત્યાં એક રાફડામાં પ્રકાશ દેખી, રાફડાના છિદ્રમાં શૂળ ખોસે છે, રાજકન્યાના આ સાહસથી તેમાં રહેલા તપસ્વી ચ્યવનની આંખો ફુટી જઈ રૂધિર ધારા ચાલી રહે છે. બાળ ચેષ્ટામાં થયેલા આ અપરાધને માટે સુકન્યાને પશ્ચાતાપ થાય છે. શાપના ભયથી રાજકન્યા, ચ્યવનની દ્રષ્ટિરૂપ બની ઋષિપત્ની થવાનો દુરાગ્રહ કરે છે, રાજા રાણીની સંમતિથી, નારદમુનિ તેમનું પાણિગ્રહણ કરાવે છે.પ્રવેશ ર જો—તપોવનમાં પોતાના માતપિતાની સાથે દર્શનાર્થે આવેલા રાજકુમાર સત્યવાનના પરિચયમાં આવવાથી આશ્રમમાં નિવાસ કરતા ઋષિકુમારેને શહેર જેવાની જીજ્ઞાસા થાય છે. ઉદાર દિલનો રાજકુમાર તેમને પોતાના વઅલંકારોનું દાન કરે છે. ગોતમ મુનિ દિવ્ય દર્શનના વિદ્યાના ચમત્કાર વડે, તપોવનમાંજ શહેર બતાવવાનું કહી સમજાવીને લઈ જાય છે.પ્રવેશ ૩ જે—મદ્રદેશાધિપતિ મહારાજ અશ્વપતિની પુીત્ર સાવિત્રી વિહારભુવનમાં પોતાની સખીઓ સાથે વાતી વિનાદ કરે છે ત્યાં લગ્ન સંબંધી સખીઓના અરસ પરસ મને અભિપ્રાય જાણી લઈ, સાવિત્રી તેમના લગ્નની મહત્તા સમજાવે છે. રાજા અશ્વપતિ તથા રાણી માલવી પોતાની પુત્રીના આ વિચાર છુપી રીતે સાંભળે છે, અને સાવિત્રીને પોતાના મનગમતો વર સોધવા માટે દેશાટન કરવાની આજ્ઞા કરે છે.પ્રવેશ ૪ થો—ન્યાતમાં કન્યાની અછતને લીધે કુવારો રહેલો ઉલ્લુસિંહ તથા પરતંત્ર થવાના ભયથી કુંવારો રહેલ તેને મિત્ર ગરીબદાસ પોતપોતાના દુઃખને રડે છે, જગતમાં કુવારાનું જીવતર વ્યર્થ લાગવાથી અંતે જેવી મલે તેવી સ્ત્રી સાથે પરણવાના નિશ્ચય ઉપર આવે છે.પ્રવેશ ૫ મ–રાજકુમાર સત્યવાન પોતાના અંધ માતા પિતાના નેત્રને માટે અત્યંત બળાપો કરે છે, શહેર જોવાની જીજ્ઞાસાવાળા ઋષિકુમારોનો અત્યંત દુરાગ્રહ જોઈ ગાતમ મુનિ પોતાની વિદ્યાના ચમત્કારવડે સત્ય વાનના રાજ્ય નગરનું દિવ્ય દર્શન કરાવે છે. અંધ રાજારાણીની ગેરહાજરીમાં પોતાનો કાકો ચંડસેન રાજ્ય પચાવી બેઠેલો જણાય છે તથા તેના સર્વ પ્રપંચ તેમના જાણવામાં આવે છે ભાવિને પ્રાધાન્ય આપી દુઃખી રાજ્ય કુટુંબ પોતાના દિલને દિલાસો આપે છે