Books
WaterShed Development yojana(Gujarati) - Details
WaterShed Development yojana(Gujarati)
Book-
Description
વોટરશેડની યોજનાની શરૂઆતમાં અમલીકરણ સંસ્થા અને ગ્રામજનો વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય તે હેતુથી એન્ટ્રી પોઈન્ટ એકટીવીટીઝનાં કામો પ્રથમ તબક્કામાં લેવાના હોય છે. દરેક અમલી કરણ સંસ્થાઓ આ કામ કરતાં કરતાં લોકો સાથે બેસે, એક બીજાને ઓળખે, પરિચય કેળવે જેથી ગ્રામ્ય મંડળો, સમિતિઓ આસાનીથી રચી શકાય.
ઈ.પી.એ. ની કામગીરી નક્કી કરવા માટે સંસ્થા શરૂઆતમાં ગ્રામ્ય આગેવાનોનો સંપર્ક કરે; તેમની સાથે પરામર્શ કરે અને આખા ગામના સમૂહને ઉપયોગી કામ શોષી કાઢે, વળી ગ્રામસભા વખતે આ કામો કરવા માટે તમામ સમૂહનો નિર્ણય જાણીને ઈ.પી.એ. નાં કામો નક્કી કરવામાં આવે છે.
ઈ.પી.એ.નાં કામોમાં મુખ્યત્વે પીવાના પાણીની સુવિદ્યા, ગ્રામ્ય શેરીના રસ્તાઓ, પશુનાં પીવાના પાણીના હવાડાઓ તથા તેના છાપરા, સ્મશાન રૂમો, સ્કૂલના રૂમો, બાલવાડી રૂમો, નહાવા-ધોવાના બાથ વિગેરે બનાવવામાં આવે છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ યોજનાનાં પત્ર પ્રમાણે ૧ લાખ સુધીનાં કામો ઈ.પી.એ.માં કરવામાં આવે છે.
યોજનાનાં કામોમાં લોક સહકાર અને લોકભાગીદારી જરૂરી હોઈ ઈ.પી.એ. એ લોકફાળાની ટેવ પાડવા માટેનું પ્રથમ પગથીયું છે.
Keywords
Related Books
Infrastructure Development And Financing
G Raghuram , rekha Jain , Sidharth Sinha , Prem Pangotra , Sebastian Morris
View Details