TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
ASHOK STAMBH ANE BIJA NATAKO : 1) MARE TE SHIKHAVAVU SHU ? 2) EKLAVY 3) JANETANO PURNAR 4) SANGHARSHAN 5)ASHOKSTAMBH 6) MANVINU MULY
ManuscriptChandrabhai Bhatt • GUJARATI
Description (Gujarati)
આ કૃતિમાં છ નાટકો લખવામાં આવ્યા છે. જેમથી પહેલું નાટક છે મારે તે શું શીખવવું. આ નાટકમાં સત્ય અને અહિંસાની વાત કરવામાં આવી છે. એક શિક્ષક શાળા છોડવાની વાત કરે છે ત્યારે તેની પત્ની કારણ પૂછે છે જેના જવાબમાં શિક્ષકનો સંતાપ દર્શાવવામાં આવ્યો છે. શિક્ષક એ વાતે મુંજવણમાં છે કે તેમણે વિદ્યાર્થીઓને શીખવવું શું ?જેનો જવાબ તેમણે મળે છે સત્ય અને અહિંસા. અને તે નક્કી કરે છે કે તે હવેથી સત્ય અને અહિંસા શીખવશે. બીજું નાટક છે એકલવ્ય. જેમાં એકલાવયની વાત કરવામાં આવી છે. જાતિવાદનો પ્રતિકાર અને સમાન માનવ બંધુભાવનો આદર શીખવવા માટે જ આ હકીકત અહી રજૂ કરવામાં આવી છે. ત્રીજું નાટક છે જનેતાનો પુકાર . જેમાં માતા કુંતાના વિષાદની વાત છે. જેમાં માતા કુંતીના યુદ્ધ રોકવાના સતત પ્રયત્નો અને તેમાં નિષ્ફળતા દર્શાવવામાં આવી છે. ચોથું નાટક છે સંઘરશણ. જેમાં સિદ્ધાર્થના જન્મથી લઈને તેના સંસારને ત્યજવા સુધીની કથા આવરી લેવામાં આવી છે. પાંચમું નાટક છે અશોકસ્તંભ. જેમાં સમ્રાટ અશોકની હિંસક વૃતિથી લઈને અહિંસક બનવા સુધીની સફરને આવરી લેવામાં આવી છે.છઠ્ઠું નાટક છે માનવીનું મૂલ્ય . જેમાં છૂત અછૂત ની કરૂણ વાર્તા આલેખવામાં આવી છે.